સુકાય છે લાગણી
સુકાય છે લાગણી

1 min

331
ના સમજાય, મને કે,
આમ કેમ થાય છે !
લાગણીના સંબંધો,
કેમ ભુલાય છે !
રહી ઔપચારિકતા,
હાય હેલો કેમ થાય છે ?
પર્વોનો આનંદ,
આજ ભુલાય છે,
તહેવારોમાં હવે,
વોટ્સએપ પર ભેગા થાય છે,
લાગણીના સંબંધો,
ઓછા થતા જાય છે,
ના આંસુ ના આનંદ !
બસ યાદો રહી જાય છે,
ના સમજાય, મને કે,
આમ કેમ થાય છે !