STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સ્તુતિ

સ્તુતિ

1 min
352

શબ્દને દઈ સૂરનો સંગાથ,

કરી મેં સ્તુતિ તમારી,

નથી રહેતું હૈયું હવે હાથ,

કરી મેં સ્તુતિ તમારી.


વહ્યું અંતર પણ કેવું સૂર,

સંગ જળ બનીને વળી,

રીઝો રીઝો તમે દીનાનાથ,

કરી મેં સ્તુતિ તમારી,


કરુણા તમારી વરસાવો,

પ્રેમ વારી અઢળક પછી,

મળી જાય જીવનનું ભાથ,

કરી મેં સ્તુતિ તમારી,


શ્વાસ સરગમ પણ થઇ,

વાજિંત્ર સૂર પૂરાવનારીને,

ચોધાર અશ્રુધારે બસ પ્રાર્થ,

કરી મેં સ્તુતિ તમારી,


નથી ડર મને જિંદગીની,

વિટંબણાઓનો લગીરે,

ભીડી મેં આફત સાથે બાથ,

કરી મેં સ્તુતિ તમારી.


Rate this content
Log in