સફર
સફર


મનથી આત્મા સુધીની સફર આપણી,
હોય પરમાત્મા સુધીની સફર આપણી,
હર્ષ શોકના દ્વંદ્વ વારેઘડીએ સતાવતા,
કદીક અણગમા સુધીની સફર આપણી,
ના મળતું ઈપ્સિત હરવખ્તે હરકોઈને,
તમસથી શમ્મા સુધીની સફર આપણી,
આખરે પરમ લક્ષ્ય જીવનું શિવ સુધી,
ઉધારથી જમા સુધીની સફર આપણી.