STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સો સો સલામ છે

સો સો સલામ છે

1 min
45

દેશકાજે ખપી જનારને સો સો સલામ છે.

માતૃભૂમિને રક્ષા કરનારને સો સો સલામ છે.


તજી કુટુંબ પરિવારને સરહદે ફરજ બજાવી,

જાનની બાજી ખેલનારને સો સો સલામ છે.


સામી છાતીએ જેણે શસ્ત્રના પ્રહારો સહ્યા,

ભારતને સુરક્ષા બક્ષનારને સો સો સલામ છે.


ના કરી કદી પાછી પાની સમરાંગણે ઝઝૂમ્યા,

જીત માભોમને આપનારને સો સો સલામ છે.


થયા અમર જે શહાદત વહોરી વતન રક્ષવા,

પ્રાણની આહૂતિ અર્પનારને સો સો સલામ છે.


Rate this content
Log in