સંસ્મરણો
સંસ્મરણો
1 min
472
મિલનના સંસ્મરણો હદયમાં સંઘરી રાખ્યાં છે,
એના આધારે ભાવિને ઉજ્જવળ ભાખ્યાં છે,
પ્રવેશી નયન દ્વારેથી ઉરે આસન થયા તમારાં,
કૈંક હરાયાની અનુભૂતિને સર્વસ્વ માન્યા છે,
નથી આ વિષય બુદ્ધિનો કે તર્ક કરી શકાય છે,
આપવા રામને બોર ખુદ અમે જ ચાખ્યાં છે,
શબ્દોની પરાકાષ્ઠાએ વાણી નિરુત્તર થઇ જતી,
અનુભવના આધારે અંશોને અમે લખ્યા છે,
વસંતમાં પાનખરને પાનખરમાંય વસંત જોઈને,
આંસુમાં કલમ બોળીને અતીતને ટાંક્યા છે.
