STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

સંકલ્પ

સંકલ્પ

1 min
147

નીતિ ન્યાયને નેવે મૂકી, 

 ઝેરી બીજ મનમાં વાવી, 

 ખોટા વિચાર ચિત્તમાં ધરી, 

 ખેતી આતંક તણી કરી,


ચાડિયાઓ પહેરો ભરે, 

ખોટી ધાક ધમક જમાવે, 

લોકો ને ખોટા ડરાવે,  

કામો બધા જ ખોટા કરે,


જાત જંગલી બાવળ તણી, 

બંજર જમીને વધે ઘણી, 

ખેડ ભૂમિ માફક ન આવે, 

સૂતા લોક હવે તો જાગે, 


સહિયારો પ્રયાસ માંગે, 

બિમારી આ નક્કી ભાગે,

કાર્યનો શુભ આરંભ થશે, 

પ્રભુ કામ પુરણ કરાવશે.


સામગ્રીને રેટ આપો
લોગિન