STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સંદેશો તારો

સંદેશો તારો

1 min
340

કોકિલ તણા ટહૂકારે સંભળાય પ્રભુ સંદેશ તારો,

પેલા મયૂર તણા પોકારે પરખાય પ્રભુ સંદેશ તારો,


ઉઘાડે નભને ઉષારાણી પ્રભાતના પહોરમાં સહેજે,

બાલરવિ તેજપુંજ પ્રસારે દેખાય પ્રભુ સંદેશ તારો,


સાંજસમે થઈને અસ્ત પ્રભાકર પશ્ચિમે જ્યાં સંચરે,

સંધ્યારાણીના એ સિંગારે સમજાય પ્રભુ સંદેશ તારો,


આભે ઘટાટોપ ઘનને મેઘગર્જના ધરાને ધ્રૂજાવતી,

વીજના ગગન ચમકારે ઓળખાય પ્રભુ સંદેશ તારો,


ધારે ધરા સકળ વિશ્વને વળી પાળીને પોષનારી જે,

ભૂમિના અવિરત ઉપકારે વરતાય પ્રભુ સંદેશ તારો.



Rate this content
Log in