STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સંબંધ સાચવવા

સંબંધ સાચવવા

1 min
389

ઓષ્ઠે આવેલ શબ્દને પણ ગળી જવો પડે સંબંધ સાચવવા

વેંત ન નમનારાએ હાથ પણ નમી જવું પડે સંબંધ સાચવવા,


હરવખ્ત આપણે ધારીએ તેવું ના પણ બની શકતું સંજોગે,

સહનશીલ બની વળી કોઈને ગમી જવું પડે સંબંધ સાચવવા,


ગુમાવીને મેળવવાની છે આ માનુષી જિંદગી આપણી ભલા

મેલી વાતો જૂની સાંપ્રતમાં ભળી જવું પડે સંબંધ સાચવવા,


આ જિંદગી યાદ રાખવા કરતાં ભૂલવાની છે ઝાઝી બધીને

જ્યાં થવાનું હો સ્વમાનભંગ ટળી જવું પડે સંબંધ સાચવવા,


એમ તો સર્પ પણ નમે છે મકસદ એનો હોય ડંખ દેવા તણો

બદલાતી પરિસ્થિતિમાં મૌન કળી જવું પડે સંબંધ સાચવવા.


Rate this content
Log in