સમય
સમય
1 min
23.7K
સમય હોય છે ઝડપી, સાધી શકે તે કામિયાબ.
સમય હોય છે ઝડપી, નમાવે મોટામોટા નવાબ.
કોઈનોય ક્યારેય એ થયો નથી કે થવાનો કદી,
સમય હોય છે ઝડપી, ના કરશો ખોટા રૂઆબ.
સમય આભ અટારીએ બેસાડેને સુખ દે અપાર,
સમય હોય છે ઝડપી, રોળી નાખતો એ ખ્વાબ.
રાયને રંક અને રંકને રાય બનાવતો પળવારમાં,
સમય હોય છે ઝડપી, ચમરબંધીને આપે જવાબ.
છોને અવગણતી દુનિયા કરીને તિરસ્કાર વળી,
સમય હોય છે ઝડપી, સત્યને આપે છે ઈલ્કાબ.
