સમય છે
સમય છે


તારી ક્રૂરતા આચરવાની રીત જોઈ લીધી,
હવે કરુણા દાખવવાનો સમય છે.
તારી પ્રહાર કરવાની રીત અમે જોઈ લીધી,
હવે પ્રેમથી પંપાળવાનો સમય છે.
એકબાજુ મહામારી રોજેરોજ ગ્રાસ બનાવે,
બીજી બાજુ ધરતીકંપ કેવો ધરાને એ ધ્રૂજાવે.
આફત બીજે વાળવાનો સમય છે.
હવે પ્રેમથી પંપાળવાનો સમય છે.
અતિવૃષ્ટિ આભેથી કાળો કહેર એ વરતાવે,
ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક પૂર આવી અકળાવે.
આપદાથી સૌને ઉગારવાનો સમય છે.
હવે પ્રેમથી પંપાળવાનો સમય છે.
છીએ માનવજાત ભૂલ થાય પણ ખરી અમારી,
એમાં થઈને નારાજ શું મોકલવાની હોય મહામારી?
આખરે તારાં એ વિચારવાનો સમય છે.
હવે પ્રેમથી પંપાળવાનો સમય છે.
હવે તો સાવ ધીરજ ખૂટી ગઈ છે પ્રભુ અમારી,
મોતનું તાંડવ ક્યારે હરી લેશે જિંદગી અમારી.
અભય કરીને બચાવવાનો સમય છે.
હવે પ્રેમથી પંપાળવાનો સમય છે.