STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સ્મરણ

સ્મરણ

1 min
434

શ્વાસે શ્વાસે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ,

આશે આશે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ. 


સઘળા દિવસો તારા નામસ્મરણે મારા વીતેને,

વાસે વાસે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ. 


હરિ ભજન બની જાય આહાર મારો પ્રભુજી, 

ગ્રાસે ગ્રાસે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ. 


ભક્તો તારા સર્વત્ર અવતારને ઊજાળનારાને, 

દાસે દાસે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ. 


કરી રચના તારી ઉરભાવને મબલખ મળતું,

પ્રાસે પ્રાસે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ. 


Rate this content
Log in