સ્મરણ તારું
સ્મરણ તારું
ઉરના ધબકારે મારે સ્મરણ તારું,
નૈનના પલકારે મારે સ્મરણ તારું,
થાય દીવા બત્રીસકોઠે યાદ કરતાં,
ઓષ્ઠના મલકારે મારે સ્મરણ તારું,
અસત્યથી સદા દૂર રાખજે પ્રભુ,
સત્યના સ્વીકારે મારે સ્મરણ તારું,
શોભે આંગણું આગંતુક આગમને,
અતિથી સત્કારે મારે સ્મરણ તારું,
ૠતુ વસંત પ્રાબલ્ય પ્રગટાવી રહી,
કોકિલના ટહુકારે મારે સ્મરણ તારું,
ખીલ્યાં કુસુમો બાગબગીચે રમ્યને,
ભ્રમરના ગુંજારે મારે સ્મરણ તારું,
વર્ષાગમને નભોમંડળે ઘન દીસતાં,
એ રીમઝીમ ધારે મારે સ્મરણ તારું,
તપે રવિ ગ્રીષ્મે અગનને પ્રસારતો,
નીમછાંય સહારે મારે સ્મરણ તારું,
કદી કોઈ બની ઉદાર વરસી પડે ને,
ભલા વ્યવહારે મારે સ્મરણ તારું.
