સલામી આપીએ
સલામી આપીએ
શહીદોની કુરબાની સ્મરીને તિરંગાને સલામી આપીએ,
દેશદાઝ નિજ વર્તને ભરીને તિરંગાને સલામી આપીએ,
ન મળે વ્યક્તિત્વ ગાંધી, સુભાષને સરદાર જેવાં આજે,
તોય ભાવિ ઉજ્જવળ ભાખીને તિરંગાને સલામી આપીએ,
કરચોરી, કામચોરીથી બચીને પ્રમાણિકતા પ્રસરાવીએ,
દીનદુઃખીને શક્ય સહાય કરીને તિરંગાને સલામી આપીએ,
ઠેરઠેર, ઘેરઘેર વૃક્ષારોપણ કરીએ ને કરાવીને જ જંપીએ,
પ્રદૂષણનો પનારો હવે છોડાવીને તિરંગાને સલામી આપીએ,
નાગરિક તરીકેના હક્કને ફરજો નિભાવીને સ્વચ્છતા રાખીએ,
પર્યાવરણને પ્રતિપગલે સુધારીને તિરંગાને સલામી આપીએ,
લૂંટ, ખૂન, બળાત્કાર, લાંચ- રુશ્વત લક્ષણો છે એ શયતાન તણા,
જીવનમાં માણસાઈ પ્રગટાવીને તિરંગાને સલામી આપીએ.
