સિધાવ કોરોના
સિધાવ કોરોના

1 min

17
હવે તો ચીન પાછો સિધાવ કોરોના.
કોઈ ન કહે તને કે 'આવ' કોરોના.
માનવભક્ષી તુચ્છ વિષાણુ વિનાશક,
સંભળાય ઠેરઠેર તારી રાવ કોરોના.
રોજરોજ તું તારું રૂપ બદલનારોને,
જાણે ખેલે બહુરુપીના દાવ કોરોના.
થરથર ધ્રૂજે પોઝીટીવ આવતાં કોઈ,
એને સગાંને ઘરબાર છોડાવ કોરોના.
ભરખનારો કાળનું સ્વરૂપ છે સાક્ષાત,
શું અમારો ગુનોવાંક બતાવ કોરોના.
નહીં હાર માનીએ હરાવીને જંપીશું,
સંયમથી પ્રગટાવીશું પ્રભાવ કોરોના.