STORYMIRROR

Gamadiyo s

Others

4  

Gamadiyo s

Others

શૂન્ય

શૂન્ય

1 min
976

શૂન્ય એ ના બદલ્યો કદી એનો શૂન્યાકાર 

હો કોઈ દેશ કે પરદેશ, શૂન્ય રહ્યું એકાકાર,


અંક પાછળ લગતા શૂન્ય, રકમ લેતી એનો આકાર 

અંક આગળ લગતા શૂન્ય, રકમ રહેતી નિરાકાર,


શૂન્ય સાથે રકમ ગુણતા, રકમ થતી શૂન્યાકાર  

રકમમાં ઉમેરતા શૂન્ય, બદલાતો ના એનો પ્રકાર,


અંક પાછળ લગાવે વધુ શૂન્યો, સૌ કરવા સપના સાકાર 

વધુ શૂન્ય મળતા લોકો, ખોતા સૌ દિશા ને સંસ્કાર,


દિશા શૂન્ય બનતા ત્યારે બનતા સૌ શૂન્યાકાર  

શૂન્ય જ કરતું સૌ સર્જન, સંસ્કાર,પૈસાદાર કે નાદાર,


સંબંધોમાં લાવે શૂન્યાવકાશ, અતિલોભ શૂન્યનો વિકાર 

ગામડિયો તો વધારે શૂન્યો, વધારવા સંબંધોને સંસ્કાર.


Rate this content
Log in