Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gamadiyo s

Others

4.0  

Gamadiyo s

Others

વિનંતી

વિનંતી

1 min
303


વિનંતી છે, મારી આ પ્રકૃતિને 

શું ના બદલી શકે એની પ્રકૃતિને,


રાત પડે ને સવાર, બપોર પછીને સાંજ 

ક્રમ આ છે જે કાળ ક્રમેથી ચાલ્યા કરે,


આમાં સાંજ પડે અને સાંજ પછી રાત, એ ક્રમ તો ઠીક દરેક વાર,  

પણ શું રાત પડે, પછી પડે સીધી બપોર અને પછી પડે સવાર ?


જો થાય શક્ય આમ તો, રાત પછી ના છ થી,

થશે શરુ બપોર,ને દસ વાગ્યાથી શીતલ સવાર,


શક્ય થશે જો આ તો, મોડો ઊઠનાર યુવાન આપણો 

ઊઠે દશે તો યે ચાલશે ને માણશે સવારનો મધુર આસ્વાદ,


માણશે એ સૂર્યની નમ્રતા ને પ્રકૃતિની સુંદરતા 

સવારની શીતળતા ને ઝાકળનો અહેસાસ,


પક્ષીનો કલરવ ને પતંગિયાનો પમરાટ 

ફૂલોનું ખીલવું ને ભમરાનું ગુંજવું,


માણશે યુવાનો, યુવાનીમાં જ સઘળું આ 

નહિ જોવી પડે યુવાને, વૃદ્ધત્વની રાહ,


જો શક્ય જ નથી આતો, વિનંતી છે ગામડિયાની આ સુંદર યુવાનોને, 

શું ના બદલી શકે એમની ઊઠવાની આ પ્રકૃતિને, માણવા આ સુંદર પ્રકૃતિને.


Rate this content
Log in