STORYMIRROR

Gamadiyo s

Others

4  

Gamadiyo s

Others

કડકડતી

કડકડતી

1 min
456

પ્રભુ એ આપણ સૌને સો સો આપી ને મોકલ્યા, 

પાંચ પાંચની કડકડતી એવી વીસ નોટો લઈને મોકલ્યા, 


દરેક દેશમાં મૂલ્ય જેનું મળે સમાન, એવું ચલણ લઈને મોકલ્યા,

એક ના છૂટા કરો તો 365 મળે એવો સરવાળો કરીને મોકલ્યા, 


ક્યાં વાપરવાને કેમ વાપરવા એ આપણા પર છોડીને મોકલ્યા, 

ઘણા એ વાપર્યા સો પૂરા, તો ઘણા એ એથી ઉપર ખર્ચ્યા,


કોઈકે ઉડાવ્યા વગર વિચારે તો કોઈકે કેળવીને સાચવ્યા,

કોઈકે સાદગી, સુસંગતને પ્રભુ ભક્તિએ, તો કોઈકે નિંદા કુથલીમાં ઉડાવ્યા,


પહેલા પાંચ ને બચપણમાં, તો બીજી પાંચ પાંચની ચાર નોટોને ભણવા માટે વાપર્યા, 

પછી પાંચ પાંચની પાંચને બાળક માટે અને એના ભણતર માટે રોક્યા,


બાકી રહેલ પાંચની થપ્પી ને સૌએ બાળક ના બાળક માટે સાચવ્યા,

જમા ઉધાર ના સરવાળે મૂંઝાયે માનવી કે, કોઈ ના સારા કામે કશા કેમ ના ખર્ચ્યા, 


પૂછે પ્રભુને કે આટલા જ આપીને અમને કેમ મોકલ્યા,

તાળો માડી, હરખાયે ગામડિયો, કે સૌથી વધુ એણે તો લોક ઉપકારે જ ખર્ચ્યા.


Rate this content
Log in