STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ

1 min
1.2K

હૈયાંને મૂક્યું હચમચાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી,

કરુણરસને ગઈ પ્રગટાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી !


હજુ તો પા..પા.. પગલી ભરતાં હતાં માસુમો દુનિયામાં, 

શાને એને લીધાં બોલાવી ? કઠોર કૃપા પ્રભુ તારી કેવી !


ન્હોતું જોયું જગત જેણે છાત્ર થઇને વિદ્યા મેળવતા'તાં,

લીધાં એને અગને લપેટાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી !


ખિલું ખિલું થતાં આશાભર્યાં કલિકાસમ બાળકુસુમો,

ઓચિંતાની દુનિયા છોડાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી !


રડતાં હશે અંતર એનાં ગુમાવ્યાં જેણે સંતાનો પોતાનાં, 

દેજે સહનશક્તિ દયા લાવી, કઠોર કૃપા પ્રભુ તારી કેવી !


Rate this content
Log in