શોધખોળ મારે
શોધખોળ મારે
1 min
381
શબ્દ પછી અર્થની શોધખોળ મારે,
અર્થ પછી સમર્થની શોધખોળ મારે,
પ્રશ્નો ઘણા અટપટા અંતરને મૂંઝવે,
પ્રશ્નાર્થથી વિધ્યર્થની શોધખોળ મારે,
ક્યાં અટકશે ગતિ મારી નથી ખબર,
ફાજલથી પુરુષાર્થની શોધખોળ મારે,
કૈંક રાખ્યું જકડી સો ટચ હેમ માનીને,
જીવનરથના સાર્થની શોધખોળ મારે,
નથી જોઈ જાતી દશા નિજની આજે,
કોઈ ખોટા અનર્થની શોધખોળ મારે,
પૈસો શું માનવતાને મહેકાવી શકે ખરો ?
એવા કોઈ અર્થની શોધખોળ મારે.
