STORYMIRROR

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

4  

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

શિશુ સંગાથે

શિશુ સંગાથે

1 min
349

બાળક સાથે બાળક થવામાં છે મજા,

અબુધ થઈને ભળી જવામાં છે મજા,


હોય છે નિખાલસ નિર્દોષ એની સૃષ્ટિ, 

એમાં ડોકિયું કદીએ કરવામાં છે મજા,


હોય છે ભોળું જ્યાં કપોત કપટી લાગે,

ખુદ રમી લઈ એને રમાડવામાં છે મજા,


શિશુની દુનિયા હોય છે અદભુત કેટલી !

અનુભવ સ્વર્ગ તણો પામવામાં છે મજા,


ઘડીકમાં હસેને ઘડીકમાં રડી પડતું એ,

એને હસાવીને પછી હસવામાં છે મજા.


Rate this content
Log in