શિક્ષણની ઈમારત રચવી છે
શિક્ષણની ઈમારત રચવી છે
1 min
392
કેળવણીના પાયા પર શિક્ષણની ઈમારત રચવી છે,
શિષ્ટ, સભ્યતા અને સંસ્કારોનું મેળવણ નાખી સદગુણોની થાળી પીરસવી છે.
ગુણવત્તાની ફક્ત વાતો નહિ પણ દિશા મૂળથી બદલવી છે,
વાર્તાઓનો આશરો લઈ સત્યની રાહ ચીંધવી છે.
અનાથ, ગરીબનો બેલી બની સાચી કર્મભક્તિ કરવી છે,
સંવેદનાની સર્વિસ બુક લઈ માનવમૂલ્યોની નોંધણી કરવી છે,
ચોક ને રંગીન પીંછી બનાવી બાળકોની જિંદગી રંગીન બનાવવી છે,
ડસ્ટરનો આશરો લઈને પીડાઓને ભૂંસવી છે,
મોંઘવારી માફક વધતી વ્યથાઓને લોગબુકમાં સમાવવી છે
પ્રામાણિકતા અને સેવાના સહારે આ શિક્ષણની ઈમારત રચવી છે.
