ચાલને દોસ્ત શિક્ષક બનીએ
ચાલને દોસ્ત શિક્ષક બનીએ
1 min
403
કેળવણીની કેડી કંડારીએ,
ચાલ ને દોસ્ત, શિક્ષક બનીએ...
ઉત્સવોને ઉંબરો ટપાવી,
શિક્ષણને સાચો શ્વાસ દઈએ..
પરિપત્રની પળે પળ હોળીને,
બાષ્પ સ્વરૂપે બાળી દઈએ...
સોશિયલ મીડિયા સાઈડમાં મૂકીને
શિક્ષણનો જ એકડો ઘૂંટીએ,
દેખાડાનો ડોળ છોડી,
થોડુંક બળીએ, દીવો બનીએ...
વર્ગખંડને જ સ્વર્ગખંડ બનાવી,
વર્ગના સાચા ઇન્દ્ર બનીએ.
કર્તવ્યોના કડવા ઘૂંટડા,
પી લઈને શંકર થઈએ.....
શિક્ષણના આ સમરાંગણમાં,
કર્તવ્યનિષ્ઠ અર્જુન થઈએ.
