બંધાણી છું
બંધાણી છું
1 min
387
શિક્ષકનો વ્યવસાયુ છું;
કર્તવ્યોનો બંધાણી છું,
શિષ્ટ સભ્યતા કાયમ ગુથું ;
બાળકોનો હું એંધાણી છું...
પાયામાં હું નિષ્ઠા ઢોલુ;
સમર્પણની સરવાણી છું..
સાક્ષરતાનાં નેજા ફરકાવું
કેળવણીની કર્મવાણી છું..
બાળ સ્મિત માટે દર દર ભટકું;
માસૂમની મૂકવાણી છું.
