Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

શિક્ષકની અપેક્ષા

શિક્ષકની અપેક્ષા

1 min
16


હતી અપેક્ષા મારી કે તું કૈંક નામ કાઢવાનો.

નથી તું આમજન માંહે, મૂઠી ઊંચો બનવાનો.


થઈ એકાગ્રચિત્ત ચાતકવત્ સાંભળતાં દીઠો,

લાધ્યું સાફલ્ય શિક્ષણે, ઉરે દીધો ટહૂકો મીઠો.


ગળાં ફાડીફાડીને પ્રવચનો વર્ગમાંહી મેં દીધાં,

ઊગશે વાવેલું એકદા એવાં આશ્વસન લીધાં.


મળ્યા મનભાવન છાત્રો મનમુરાદ બર આવી,

દેજે ઇશ આવા અધ્યેતા ઉરને જે જતા ફાવી.


આત્મસંતોષ મારો પરાકાષ્ઠા પામવાને મથતો,

મળ્યા ઝીલનારને હું વર્ગને સ્વર્ગ સદાય કહેતો.


પણ રે ! પરીક્ષામહીં એને તો નકલ કરતાં જોયો,

ચિઠ્ઠી, ચબરખી કે પૂછાપૂછ જાણે ખજાનો ખોયો.


રે બકવત્ વર્તને મનોરથ મારા જમીંદોસ્ત થયા,

ન ફળી ચાહ મારી રખેને કોઈ મુજ હાથથી ગયા.


Rate this content
Log in