શિક્ષકદિને
શિક્ષકદિને
1 min
42
જ્ઞાનદીપ બાળકોમાં પ્રગટાવીએ શિક્ષકદિને.
અજ્ઞાન અંધકારથકી બચાવીએ શિક્ષકદિને.
અપેક્ષા એકલવ્યની રાખવી વધુ પડતી હશે,
વર્તમાનને સાથે મળી વધાવીએ શિક્ષકદિને.
ફરિયાદો બધી રાખી મૂકીએ એકબાજુ વળી,
પ્રતિભાને પ્રેમ થકી બિરદાવીએ શિક્ષકદિને.
બનીએ કર્તવ્યનિષ્ઠ અધ્યેતાકેન્દ્રી શિક્ષણમાં,
મતિ અનુસાર ગતિને સૌ વરીએ શિક્ષકદિને.
આત્મીયતાસભર સંબંધે મન સુધી પહોંચીએ,
અંજલિ ડો. રાધાકૃષ્ણનને આપીએ શિક્ષકદિને.
