Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayesh Thakkar

Others

2  

Jayesh Thakkar

Others

શી જરૂર છે?

શી જરૂર છે?

1 min
6.9K


પરદો કરીને આવવાની શી જરૂર છે?
સંબંધ આવા રાખવાની શી જરૂર છે?
 
કાલે આવી અહીં, મારી ગયા છો ડંખ
આજે ફરીથી આવવાની શી જરૂર છે?
 
ચંપાનું ફૂલ છો, ચંદન સમું બદન
નિજને પછી, શણગારવાની શી જરૂર છે?
 
સુગંધ જો અંધારામાં, સાકાર થાય તો
નિરાકાર શોધવાની શી જરૂર છે?
 
પળમાં પતન થયું, એને જ ભૂલવા,
આયખું વિતાવવાની શી જરૂર છે?
 
એ ફરીને આવશે, ને લગાવશે
એવી આગ ઠારવાની શી જરૂર છે?
 
ચકચૂર હોય તેને, પૂછો નહિ દિશા,
ને રાહ એને ચિંધવાની શી જરૂર છે?
 
માળામાં પાંખ ગોઠવી, બેસી ગયા પછી,
ત્યાંથી ફરીને ઉડવાની શી જરૂર છે?
 
જાપ્તો રહું સતત, એનું નામ હું,
હવે યોગ સાધનાની શી જરૂર છે?
 
 


Rate this content
Log in