Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayesh Thakkar

Others

1  

Jayesh Thakkar

Others

ગોઠવીએ

ગોઠવીએ

1 min
1.2K


અસ્તવ્યસ્તને ગોઠવીએ,
એકમેક્ને ગોઠવીએ,
 
સવળા અવળા બાદ કરીને
ફરી એક્ડા ગોઠવીએ.
 
ક્યાં ગઈ ઓલી પસ્તી,
મસ્તી પેલી ગોઠવીએ,
 
જીવન ભરનો પરદો રાખ્યો તેં,
ઉઠાવ ઘૂંઘટ ગોઠવીએ.
 
અંધાર અહીંથી લઈ લે,
અહીં ઉજાસ ગોઠવીએ
 
છોને સૂરજ આથમતો,
ઉદય ચંદ્રનો ગોઠવીએ.
 
જૂના ઘરને ફરી ફરીને,
ચાલ મજાનું ગોઠવીએ,
 
સાફ કરીને જાળાબાવા,
ફૂલ મજાના ગોઠવીએ.
 
ભૂલ થઇ તે ભૂલી જા,
નવી ગોઠડી ગોઠવીએ
 
કિટ્ટા બિટ્ટા રહેવા દેતું,
સમાધાનને ગોઠવીએ.
 
જૂની જણસ ખસેડીને,
નવી લાવને ગોઠવીએ
 
નહીંતર મેઘધનુના રંગે,
એજ સજાવી ગોઠવીએ.
 
 


Rate this content
Log in