Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayesh Thakkar

Others

3  

Jayesh Thakkar

Others

છલકે છે

છલકે છે

1 min
7.4K

સુરાહી થઇ ભલે ખાલી, અમારો જામ છલકે છે
તમે ચાલ્યા ગયા તોયે, જીગર પણ આમ છલકે છે.

ગયા છો આવરણ બાંધી પરંતુ ભેદ છે એમાં,
જરા પરદો હટાવો તો, નયનના ઠામ છલકે છે

પ્રણયનો દોર ઉપર છે નગારું વાગતું નીચે,
લઈને વાંસ આશાનો, જીગ્ર્નત આમ સરકે છે.

જીગરને દોષ ના દેશો, શરમ કરવાની આદત છે
કદી સરકે, કદી અટકે, પછી બેફામ મરકે છે.

તમે તો હાથ તાળી દઈ અને સરકી ગયા સાજન,
પછી આ હસ્તરેખાઓ, મિલનની આમ ભટકે છે.

તમારી ‘હા’ હતી કે ‘નાં’ , નથી સમજી શક્યો તેથી,
મુલાયમ શબ્દના કાંટા, જીગરમાં આમ ખટકે છે.

વિના જોખમ નકામા છે, જીવનના આ બધા રસ્તા,
જવાની તો જવાની છે, નશામાં આમ બહેકે છે.

ભરી મહેફિલમાં નાખુશ થઇ , ભલે ચાલ્યા ગયા છો પણ,
તમે બાંધેલ એ ગાંઠોના, તોરણ આમ લટકે છે.

કહું છું અલવિદા સાકી, ફરી મળશું સુરાલયમાં,
જવા ઉંબરની પેલે પાર, પગલા આમ અટકે છે.

Rate this content
Log in