STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

શબ્દોને

શબ્દોને

1 min
221

મને મળી ગયું ત્યાં તમામ શબ્દોના સંસારમાં, 

પછી ના રહેતી કોઈ હામ શબ્દોના સંસારમાં, 


સદા સહવાસ શબ્દોનો સાંપડે સર્વ સુખધામ, 

એમાં કૃપા પરખાય શ્રીરામ શબ્દોના સંસારમાં, 


ભાવના ભરપૂર ભરેલી ભાસતી ભિન્ન ભાગે,

મારે શબ્દો એ જ તીર્થધામ શબ્દોનાં સંસારમાં,


સુંદર, સુંવાળા, સત્વશીલ સર્વદા સાનુકૂળ,

એના વિના જીવન સૂમસામ શબ્દોના સંસારમાં,


હોય મારે પ્રાણવાયુ હાથવગું હથિયાર હંમેશ,

દાતા મા શારદાને હોય પ્રણામ શબ્દોના સંસારમાં.


Rate this content
Log in