શબ્દોના સથવારે
શબ્દોના સથવારે

1 min

24.3K
વિચારોની અભિવ્યક્તિ થાય છે શબ્દોના સથવારે.
મન માનવનું અનાવૃત દેખાય છે શબ્દોના સથવારે.
લાગણી, ભય, ક્રોધ કે હર્ષ વસે છે વાણીના દ્વારે,
સમયોચિત સર્વ પ્રગટી જાય છે શબ્દોના સથવારે.
હૈયું હોય છે ક્યારેક ઊંડા ગહન ચિંતનથી ગ્રસ્ત,
ઉરની અંતઃસ્થિતિ સમજાય છે શબ્દોના સથવારે.
પરા,પશ્યતિ, મધ્યમા કે વૈખરી કક્ષા અનુસાર હો,
ખુદ ઉર વખતે મુખર જણાય છે શબ્દોના સથવારે.
મિત્રતા કે શત્રુતા સંભવે આપણી વાણી ઉપરથી,
સંબંધોના તાણાવાણા વણાય છે શબ્દોના સથવારે.