શબ્દોના સહારે
શબ્દોના સહારે
1 min
242
ગગનને પણ ગજાવી શકાય શબ્દોના સહારે,
ધરા પર સ્વર્ગને લાવી શકાય શબ્દોના સહારે,
શબ્દ એ સ્વરૂપ છે પરાત્પર બ્રહ્મનું હંમેશાં,
ઈશ સમક્ષ કર ફેલાવી શકાય શબ્દોના સહારે,
રિઝખીજના મૂળમાં સંતાયેલો હશે શબ્દને,
માનવથી નજદીક આવી શકાય શબ્દોના સહારે,
વર્ષો જૂના હોય સંબંધો પરિવારને પોષતાને,
એકમેકથી એને તોડાવી શકાય શબ્દોના સહારે,
પરાવાણી કૃપા પરમેશની ચુંબક જેમ આકર્ષે,
પારકાં પોતાના બનાવી શકાય શબ્દોના સહારે,
રહેતો અમર સદાકાળ આપણી ગેરહાજરીમાં,
અસર એની ના ભૂલાવી શકાય શબ્દોના સહારે.
