શબ્દ અર્થ
શબ્દ અર્થ

1 min

16
શબ્દો સદાય મને સજીવન લાગે.
ને એ જ મને મારું જીવન લાગે.
એક ઠારે ને એક ઊકાળે દિલને,
તમતમતા જાણે કે અગન લાગે.
હિમશીતળ બનીને સુખદા થતાં,
જાણે કે શબ્દો તણી લગન લાગે.
શબ્દે શબ્દે શ્રીહરિ હશે વસતો,
અર્થ તો દિલની કોઈ ધડકન લાગે.
પ્રવાહી સ્વરુપે આગમન થતું ને,
વસી જતાં કે જાણે કે ઘન લાગે.
પરા કે વૈખરી મુખથી ઉચ્ચરતાં,
મને મારા કોઈ આપ્તજન લાગે.