શાયરી
શાયરી
1 min
368
અંતરનો ઓટોગ્રાફ છે શાયરી.
ઊર્મિ તણો ફોટોગ્રાફ છે શાયરી.
શબ્દે શબ્દે જ્યાં અર્થ સમાયો,
સ્ફુરણાનો વધતો ગ્રાફ છે શાયરી.
પ્રેમના પૂરનું પરિણામ બની જતી,
અજ્ઞાની નાસમજને માફ છે શાયરી.
દિલ પણ સાવ ભોળું કપોતવત્ ને
જેનું ઉર હરહંમેશને સાફ છે શાયરી.
પરમપિતા પરમેશની હશે પ્રેરણાને,
શબ્દોની કોઈ પેઢી શરાફ છે શાયરી.
