શાંતિપૂર્ણ
શાંતિપૂર્ણ




શાંતિપૂર્ણ માહોલમાં રહેવાની એક મઝા છે.
શાંતિપૂર્ણ માહોલમાં જીવવાની એક મઝા છે.
ઊકળી ઊઠવું એ છે નબળાઈ માનવમનની,
શાંતિપૂર્ણ માહોલમાં કહેવાની એક મઝા છે.
ક્યારેક સમયોચિત જતું કરવામાં શાણપણ,
શાંતિપૂર્ણ માહોલમાં સહેવાની એક મઝા છે.
ક્રોધ કરનાર સાંભળનાર બંને ગુમાવે આખરે,
શાંતિપૂર્ણ માહોલમાં ઘૂંટ પીવાની એક મઝા છે.
ચિત્તની વિહ્વળતા ન કરવાનું પણ કરી બેસેને,
શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલવાની એક મઝા છે.