સગાવાદ
સગાવાદ

1 min

70
સમાજનું મોટું દૂષણ ગણાય છે સગાવાદ,
પ્રતિભા પણ કેવી અવગણાય છે સગાવાદ.
મામા- માસીના ભેગા થૈ જૂથબંધી કરતા,
લાગવગના તાણાવાણા વણાય છે સગાવાદ.
મામકાઃ જેવી વૃત્તિ બળવત્તર બની જતી,
અવરને કેટકેટલો અન્યાય થાય છે સગાવાદ.
ક્યારેક ઘરનાંજ ઘાતકી બની બેસતાં હોય,
એ સંસ્થાનું આખરે પતન લખાય છે સગાવાદ.
સમજીને લાગણીના પ્રવાહથી બચવાનું છે,
વાસ્તવમાં ઈશનો અપરાધ મનાય છે સગાવાદ.