સાવધાની જરુરી
સાવધાની જરુરી

1 min

13
વિદેશી વૈચારિકે આક્રમણે સાવધાની રાખવી જરુરી.
સંસ્કૃતિને રક્ષવાને આપણે સાવધાની રાખવી જરુરી.
આમ તો છે એ વિકૃતિ જે સંસ્કૃતિને મિટાવનારી છે,
વસીને ભારતભૂમિ આંગણે સાવધાની રાખવી જરુરી.
ભોગવાદી વિચારધારા ભૌતિકસુખ તરફ લઈ જતી,
ત્યાગ ન વિસરાય આ ક્ષણે સાવધાની રાખવી જરુરી.
તપ, સમર્પણ, ઔદાર્ય, પરોપકાર જેવી મૂડી આપણી,
વિસ્તારવાનું છે હજુયે ઘણે સાવધાની રાખવી જરુરી.
ના શોભતાં વિદેશી વર્તનો આપણાં વ્યવહારમાં હશે,
સંસ્કૃતિ હોવી ઘટે આચરણે સાવધાની રાખવી જરુરી.