STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

સારપનો અતિરેક

સારપનો અતિરેક

1 min
119

ક્યારેક આપણી સારપ જગતને પચતી નથી,

તેથી જ દુનિયા સારા માણસો ગણકારતી નથી,


જેવા સાથે તેવા થનારને સલામ ભરે છે લોકો,

હદથી વધુ સારાની સારપને એ સમજતી નથી,


ક્યારેક સારા થવાની પણ કિંમત ચૂકવવી પડે,

એની સો ટકા વાત સાચી પણ કાને ધરતી નથી,


નથી રહ્યો જમાનો હવે ભલમનસાઈ કરવાનો,

દુનિયા દોરંગી ભલાને ભલો કદીયે કહેતી નથી,


મૂરખ ગણતી આ દુનિયા વધુ લાગણીશીલને,

કદર કરવી દૂર રહી; મૂરખ કહેતાં ડરતી નથી.


Rate this content
Log in