ૠતુઓની ગઝલ
ૠતુઓની ગઝલ
1 min
14.2K
યાદ તમારી આવી ને હોઠો પર મુસ્કાન છવાઈ ગઇ,
લાગણીઓ કાબુમાં ના રહી અને ગઝલ લખાઈ ગઇ.
સરસ મજાની આવી ઠંડી ને યાદ તમારી આવી ગઈ,
શિશિર ૠતુમા ગુલાબી ગઝલ લખાઈ ગઈ.
ધોમધખતા ઉનાળામાં તમ મિલનની પ્યાસ લાગી ગઈ,
તમારી યાદના સહારે ગઝલ લખાઈ ગઈ.
હવે આવી વર્ષા રાણી હૈયે હામ આવી ગઈ,
લેવા આવશો તમે સાજન પ્રેમ રસમા ગઝલ લખાઈ ગઈ.
મસ્ત ૠતુઓમાં યાદ તમારી આવી ગઈ,
યાદ કરતાં તમને ગઝલ લખાઈ ગઈ.

