જળ જોઈએ
જળ જોઈએ
1 min
151
નયનમાં થોડું થોડું જળ જોઈએ,
સમયની પણ થોડી પળ જોઈએ.
આપણા પગને ઝબોળી શકીએ,
પોતાની નદી ખળખળ જોઈએ.
અડધી રાતે બિંદુ વેરાઈ ગયા છે,
પકડવા થોડાંક ઝાકળ જોઈએ.
હાથ પગ ચહેરો છેતર્યા કરે છે,
માણસ આખો ચંચળ જોઈએ.
ચાલને અંધારા ઉલેચી લઈએ,
ભિતરમાં બેક ઝળહળ જોઈએ.
