ૠણાનુબંધન
ૠણાનુબંધન
1 min
23.3K
શબ્દોનું પણ હોય છે ૠણાનુબંધન.
એવા શબ્દોને હો મારાં શતશત વંદન.
જીહ્વાથી હોય છે સફર ઉર લગીની,
કરતા જે અંતરની ઊર્મિઓનું શમન.
શીતળતા હૃદયને પ્રદાન કરનારા એ,
ઠારે જે સદાકાળ દિલતણી અગન.
ઈશની કૃપાથી થાય છે અવતરણને,
જેને વાંચતાં પ્રફુલ્લિત હો જનેજન.
પ્રેરણા પરમેશની સરિતાવત્ વહેતી,
કૃતિમાં સંભળાય જાણે દિલધડકન.
