ૠજુતા
ૠજુતા

1 min

49
ૠજુતા જેના નામમાં ભરી હશે,
મારે મન એ તો સાક્ષાત હરિ હશે.
કમળને શરમાવનારું નિર્લોપીપણું,
જેણે ભાવના ભારોભાર ધરી હશે.
દર્શન થાય ઈશનાં માનવમાત્રમાંને,
વંદન મારાં એ હસ્તિને ફરીફરી હશે.
પરોપકારની બુનિયાદે જીવી જાણે,
નિયત જેમની હરહંમેશ ખરી હશે.
માનું એને ઈશથી પણ અધિક હું,
સેવાચાકરી માતપિતાની કરી હશે.