રંગાયો છું
રંગાયો છું
1 min
324
કેસૂડાંના રંગે રંગાયો છું,
પરાયાથી સમજાયો છું.
વૈખરીથી અકળાયો છું,
પરાથકી હું સવાયો છું.
ના સમજી શક્યા મિત્રો,
શત્રુઓથી ઓળખાયો છું.
સમંદરે ના બુઝાવી તૃષા,
મૃગજળથી સંતોષાયો છું.
પ્રતિમામાં ન પ્રભુ દેખાયા,
માનવતા જોઈ મલકાયો છું.
હંકાર્યું અબ્ધિમાં અવિરત,
ભાળી કિનારો મૂંઝાયો છું !