રજાના દિવસોમાં
રજાના દિવસોમાં

1 min

254
કામનો થાક ઊતરી જાય છે રજાના દિવસોમાં,
માનવી ખુદ તરોતાજો થાય છે રજાના દિવસોમાં,
સપ્તાહે એકાદ રજા હોવી અત્યંત જરુરી છે,
નવો ઉત્સાહ મનમાં દેખાય છે રજાના દિવસોમાં,
આરામ પણ જરુરી છે તનમનને સમયાંતરમાં,
મોજમજાને આનંદ કરાય છે રજાના દિવસોમાં,
સ્નેહી કે સંબંધીઓની મુલાકાત સંભવનારીને,
ઊંઘને કે પ્રવાસ આયોજાય છે રજાના દિવસોમાં,
નવી જ દુનિયાને કુટુંબમાં સાનિધ્ય જળવાય,
કાર્યક્ષેત્ર કે ઓફિસ ભૂલાય છે રજાના દિવસોમાં.