STORYMIRROR

Jigar Faradivala

Others

3  

Jigar Faradivala

Others

રાત

રાત

1 min
28K


પહેલાં તો તાપ આપી ટીપ્યા કરી છે રાતો,
જેણે તરાર માફક વીંઝ્યા કરી છે રાતો.

ક્યારેક દિવસો પણ તાજપ વિનાના ઊગ્યા,
ક્યારેક ફૂલ સરખું ખીલ્યા કરી છે રાતો.

ઓઢી શકાય માટે આકાશ લઈ લીધેલું,
પાથરવા માટે એણે સીવ્યા કરી છે રાતો.

જૂના શરાબ જેમ જ ચડશે સવાર કાલે,
એવા ખયાલમાં બસ ઢીંચ્યા કરી છે રાતો.

ભૂલીને ક્રમ રખે એ બેફામ થઈ ગયા તો?
દિવસોને એટલે તો ચીંધ્યા કરી છે રાતો


Rate this content
Log in