STORYMIRROR

Jigar Faradivala

Others

3  

Jigar Faradivala

Others

ચિનગારી

ચિનગારી

1 min
14.1K


ચિનગારી આપતા હો એવી રીતે પ્રવેશો!
ઝળહળની રાહમાં છે બૂઝેલ મન દિવેટો.

એકાંત જેવું કંઈ પણ હોતું નથી કશે પણ,
કરતા રહે છે બે જણ અંદર સતત બખેડો.

એ વાતે મુક્તિ એને આપી હશે શ્રીરામે,
માથાં તો દશ હતાં પણ,એક જ હતો ચહેરો!

ફેરવતાં જો રહેશો,ફરતાં રહેશો ચક્કર,
ખુદને તો દોસ્ત સાચ્ચું જે હોય તે કહેજો!

હમણાં ગઝલને નામે ઢાળી શકું છું બીબું,
એવા ખયાલમાં મેં ખાધા કર્યા ફરેબો.


Rate this content
Log in