ડગલે-પગલે
ડગલે-પગલે
1 min
27.4K
મથવું શું આમ હરદમ અઢળક લખાણ થઈને?
મળતો રહ્યો છું ખુદને કોરી ટપાલ થઈને.
હું ત્યારે ત્યારે એના ઉત્તરમાં ઓગળ્યો છું,
આવ્યો છે જ્યારે જ્યારે સૂરજ સવાલ થઈને.
આકાર ભાળવાનું અકબંધ છે કુતૂહલ,
ડોક્યા કરે છે વચમાં સમજણ નકાબ થઈને.
સ્મરણોની ટોળકીનું નક્કી નહીં કશું પણ,
આવી ચડે અચાનક ધાંધલ-ધમાલ થઈને.
વધતા રહેવું તેથી આકર્ષતું રહે છે,
મંઝિલ મળે છે ડગલે-પગલે પડાવ થઈને
