રાખડી
રાખડી
1 min
328
શ્રાવણી પૂનમ આવી રે ભાઈ ખુશીઓ હજાર લાવી,
શ્રાવણી પૂનમ આવી રે ભાઈ રક્ષાબંધન આવી,
રક્ષાબંધન તહેવાર માટે જુએ સૌ બહેનો રાહ,
ભાઈના હાથે રાખડી બાંધવા ઉતાવળી બહુ થાય,
જે બહેનોના ભાઈ હોય તે રાખડી બાંધવા જાય
જે બહેનોના ભાઈ નથી તેની આંખલડી ભીંજાય,
કોઈના ઘરે ખુશીઓ છે તો કોઈના ઘરે માતમ,
રક્ષાબંધન પછી આવે કૃષ્ણ કન્હૈયાની આઠમ,
રાખડી તો છે ભાઈ બહેનનો પવિત્રતાનો ધાગો,
રક્ષાબંધન આવી છે ભાઈને રાખડી બાંધવા ભાગો.