STORYMIRROR

Khushali Thacker

Others Romance

3  

Khushali Thacker

Others Romance

રાહ જોઉં છું

રાહ જોઉં છું

1 min
27.5K


અવકાશમાંથી ઉતરેલું તારલો,

ન જાણે કેમ તારી આંખોમાં જોઉં છું,

એટલેજ તો કાજલ કરી આંખોને

હું એ રાતનો રાઝ કહું છું,


કહ્યા વગર તારા બોલને

ઓઢણીમાં મારી બાંધી લઉ છું,

"ઓઢણી ઓઢી રે તારા નામની"

એ બોલથી બદનામ થાઉં છુ,


સૌંદર્યને સંતાડી ઘૂંઘટમાં

ઝાંઝરને હું તાલ દઉં છું,

અરીસામાં અંજાઈને

રાત્રીએ શણગાર લઉ છું,


આનંદના અતિરેક માં

જાણે એક આશ જોઉં છું

સ્વપ્નમાં દ્વારે આવેલ

એક મહેમાન જોઉછું


છુપાવી અશ્રુઓને

સૌની લાજ રાખી લઉં છું,

ખુણે બેસી સિસકીઓમાં

શ્વાસ લઉ છું


શ્વાસને રોકી મારા

તારી સુગંધનોઅહેસાસ લઉં છું,

ધડકન ને કહું છું થોભી જા

હું તારી રાહ જોઉં છું.



Rate this content
Log in