પુસ્તક
પુસ્તક
1 min
223
પુસ્તક સહારે જીવન જીવી શકાય છે,
એક મિત્ર તણી ઊણપ પૂરી શકાય છે,
વૈચારિક ક્રાંતિ કરનારું પરિબળ છે એ,
નૂતન વિચારોને મનમાંહે ભરી શકાય છે,
એક અરીસો બની પ્રતિબિંબ જે આપે,
ખામીખૂબી આપણી સમજી શકાય છે,
સારાં પુસ્તકો સાચા સાથી બની રહેતાં,
બની દીવાદાંડી રાહ દર્શાવી શકાય છે,
છે મૌન તોયે કેટકેટલું કહીને વિરમતાં,
તુલના કરી નિજજાતને ધરી શકાય છે.
