પરશુરામ તમે
પરશુરામ તમે
1 min
23.4K
પિતા જમદગ્નિના કુમાર તમે.
પરશુરામ ઈશ અવતાર તમે.
માતા રેણુકાના લાડપ્યાર તમે,
પરશુરામ ઈશ અવતાર તમે.
મહેન્દ્રગિરિ પર વસનાર તમે,
શાસ્ત્રને શસ્ત્ર ધરનાર તમે.
અવની નક્ષત્રિય કરનાર તમે,
પરશુરામ ઈશ અવતાર તમે.
પિતૃઆજ્ઞા સદા પાળનાર તમે,
માતા રેણુકાને હણનાર તમે.
પુનઃ જીવન એને દેનાર તમે.
પરશુરામ ઈશ અવતાર તમે.
ધનુ ભંજને ક્રોધિત થનાર તમે,
વિનિત વચન થકી રીઝનાર તમે.
કર્યો રામ પ્રભુનો જયકાર તમે,
પરશુરામ ઈશ અવતાર તમે.
વિપ્રકુલમંડનને તારણહાર તમે,
ભૃગુકુલ તણા છો શણગાર તમે.
કરો વંદન અમારાં સ્વીકાર તમે,
પરશુરામ ઈશ અવતાર તમે.
